• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભુજ : ગૌ હત્યાના ગુનાનો નાસતો આરોપી પકડાયો

ભુજ, તા. 7 : શહેરમાં ગૌહત્યાના ગુનાનો નાસતો ફરતો આરોપી ઈસ્માઈલ સુમાર મોખા (રહે. સિતારા ચોક, ભુજ)ને એલસીબીએ ઝડપી પાડયો છે. થોડા દિવસો પૂર્વે સિતારા ચોકના રહેણાક મકાનમાં ગૌમાંસ વેચાતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ઈસ્માઈલની માતાને ગૌમાંસ સાથે પોલીસ ઝડપી લીધા હતા અને આ કેસમાં નાસતા ફરતા આરોપી ઈસ્માઈલને જ્યુબિલી સર્કલથી આગળ ખાવડા ચાની દુકાન પાસેથી એલસીબીએ ઝડપી બી-ડિવિઝનને સોંપ્યો હતો.

Panchang

dd