• મંગળવાર, 08 જુલાઈ, 2025

ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં આફ્રિકાના વિયાન મુલ્ડરના વિક્રમી અણનમ 367

બુલાવાયો, તા. 7 : દક્ષિણ આફ્રિકાના ઇનચાર્જ કેપ્ટન વિયાન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટમાં 367 રનની અણનમ ઇનિંગ રમીને વિક્રમોની હારમાળા રચી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ પાંચમો સૌથી મોટો વ્યકતિગત સ્કોર છે. મુલ્ડર પાસે 400ના સ્કોર સુધી પહોંચવાની તક હતી, પણ તેણે પ વિકેટે 626 રને આફ્રિકાનો દાવ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. વિયાન મુલ્ડરે 334 દડામાં 49 ચોગ્ગા અને 4 છગ્ગાથી અણનમ 367 રનની વિક્રમી ઇનિંગ રમી હતી. વિદેશી ધરતી પર મુલ્ડર સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. આ વિક્રમ પહેલા પાક.ના હનીફ મહમદના નામે હતો. તેણે 198માં બાર્બાડોસમાં વિન્ડિઝ સામે 337 રન કર્યાં હતા. મુલ્ડર આફ્રિકા તરફથી ત્રેવડી સદી કરનારો હાશિમ અમલા પછીનો બીજો બેટર બન્યો છે. અમલાએ 2012માં ઇંગ્લેન્ડ સામે ઓવલમાં 311 રન કર્યાં હતા. મુલ્ડરે 324 દડામાં 30 રન પૂરા કર્યાં હતા. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 30 રન છે.  તેણે પોતાની ઇનિંગમાં 49 ચોગ્ગા ફટકાર્યાં હતા. એક ઈનિંગમાં સૌથી વધુ ચોક્કાની સૂચિમાં તે બીજા સ્થાને છે. પહેલા સ્થાને એડરિચ છે. તેણે 310 રનની ઈનિંગ દરમિયાન પ2 ચોગ્ગા લગાવ્યા હતા. મેચના બીજા દિવસે ચાના સમય પછી ઝિમ્બાબ્વે ટીમ 170 પર ઓલઆઉટ થઈ ફોલોઓન થઈ હતી અને રમત બંધ રહી ત્યારે 51 રન સુધીમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.

Panchang

dd