ભુજ, તા. 14 : વિશ્વાસ ગ્રુપ ભુજ દ્વારા સ્વ.
ધ્રુવ બિપિનચંદ્ર પારેખની સ્મૃતિમાં સુપર એઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ હિન્દુ કપ-2026નું જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે
આયોજન કરાયું હતું, જેમાં કચ્છભરમાંથી કુલ 16 ટીમે ભાગ લીધો હતો. ફાઈનલ મેચ
ભુજની રોયલ-એ અને ક્રિષ્ના ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં રોયલ-એ ટીમ ચેમ્પિયન થઈ હતી, ફાઈનલમાં રોયલ-એ ટીમના
અનિષ વાઘેલાએ 23 દડામાં 86 રન (અણનમ)ની ઝમકદાર ઈનિંગ્સ
રમી હતી. સમગ્ર ટૂર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ કાના રબારી, બેસ્ટ બેટસમેન અનિષ વાઘેલા, જ્યારે બેસ્ટ બોલર નિતેષ આહીર જાહેર થયા હતા. ટ્રોફીના મુખ્યદાતા પ્રકાશભાઈ
મનસુખગર ગોસ્વામી, જ્યારે અન્ય દાતાઓ આશિષ મવાડી, કેતન સોલંકી, દર્શન ઠક્કર, સમીર
શાહ, મનસુખ ઠક્કર, રાજેશ ભટ્ટ, જિજ્ઞેશ ભટ્ટ, ચંદ્રકાંત ભીંડેનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
દરેક મેચમાં મેન ઓફ ધી મેચના દાતા સહજાનંદ સ્પોર્ટસ ભુજનો સહયોગ સાંપડયો હતો. ડો. મહેશ
ઠક્કર તથા ડો. લવ કતિરાએ પણ આર્થિક સહયોગ આપ્યો હતો. સ્વ. ધ્રુવના પરિવારજનો શિવ પારેખ,
વિઠ્ઠલજીભાઈ મોતા, ભાવિક પારેખ તેમજ સ્મિત પારેખ
ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિપદેથી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્ર
ત્રવાડીએ આયોજનને બિરદાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં અમ્પાયર તરીકે બલભદ્રસિંહ ઝાલા,
સાગર બારોટ, જય ભટ્ટ, કૃતાર્થ
ભટ્ટ, વિપુલ ઠક્કરે સેવા આપી હતી. સ્કોરર તરીકે પ્રણવ કટ્ટા,
ધૈર્ય સોલંકી, હેમલ ઉપાધ્યાય, યશ ત્રિપાઠીએ, જ્યારે કોમેન્ટેટર તરીકે રાકેશ પંડયા,
જીત અરોરા, કેયૂર મકવાણા, વિજય પંડયાએ સેવા આપી હતી. વિશ્વાસ ગ્રુપના કુલદીપ ગોર, વિલાસ મોદી, નિમિષ ભટ્ટ, કૌતિક
પટેલ, વિશાલ દવે, સંદીપ પરમાર, સુમિત ખત્રી, હર્ષ પરમાર, જિગર
સોની, મેઘ ત્રવાડી, મનોજ જોષી, પ્રકાશ રાઠોડ, ચેતન ગઢવીએ જહેમત ઉઠાવી હતી.