• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ચોપડવા રેલવે ટેક ઉપર ટેન તળે ભચાઉના શખ્સનું મૃત્યુ

ગાંધીધામ/ભુજ, તા. 14 : ભચાઉ તાલુકામાં  ચોપડવા રેલવે ટેક ઉપર ટ્રેન તળે આવી જવાથી  મદારસિંહ ખુમાનસિંહ  જાડેજા (રહે. ભચાઉ)નું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરા તાલુકાના ટોડામાં 24 વર્ષીય યુવા પરિણીતા ઇલાબા મહોબ્બતસિંહ જાડેજાએ ગળેફાંસો ખાઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. ચોપડવા રેલવે ટેકથી ચીરઈ જતા રસ્તા ઉપર ગત તા. 13/2ના છથી સાત વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. મૃતક મદારસિંહ જ્યારે રેલવે ફાટક  ઓળંગી રહ્યા તે સમયે ટેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ટેનની ટક્કરથી મૃતકે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. દરમ્યાન મુંદરાના ટોડામાં તા. 14-2ના અડધી રાતના 12થી એક વાગ્યા દરમ્યાન ઇલાબા જાડેજાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બે વર્ષના લગ્નગાળામાં ઇલાબા તેની દોઢ માસની દીકરીને પાછળ વિલાપ કરતા મૂકી અનંતની વાટ પકડી છે. આ બનાવ અંગે પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ સી.બી. જાડેજાએ હાથ ધરી છે. 

Panchang

dd