• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ઓમાન ટી-20 વિશ્વકપમાંથી બહાર થનારી પહેલી ટીમ

કોલંબો, તા. 14 : આઇસીસી ટી-20 વિશ્વકપમાં શનિવારે આયર્લેન્ડ સામે ઓમાનની હાર થઈ હતી. કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટસ ક્લબમાં ખાતે રમાયેલા મુકાબલામાં આયર્લેન્ડે ઓમાનને 96 રને હરાવ્યું હતું. જીત માટે 236નો રનનો પીછો કરતા ઓમાની ટીમ 18 ઓવરમાં 139 રન ઉપર સમેટાઈ હતી. આ હાર સાથે જ ઓમાનની ટીમ વર્તમાન વિશ્વકપમાં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થનારી પહેલી ટીમ બની છે.  આયર્લેન્ડને તેના પહેલા મુકાબલામાં શ્રીલંકાએ 20 રનથી હરાવી દીધું હતું. પછી ઓસ્ટ્રેલિયા સામે 67 રને હારનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ ઓમાનની ટીમ ઝિમ્બાબ્વે સામે આઠ વિકેટથી હાર્યું હતું. ત્યારબાદ ઓમાનને શ્રીલંકાએ 105 રને હરાવ્યું હતું. રનચેઝમાં ઓમાન માટે ઓપનિંગ બેટ્સમેન આમિર કલીમ અને હમ્માદ મિર્ઝા જ સંઘર્ષ કરી શક્યા હતા. આમિરે 50 રન કર્યા હતા, જ્યારે હમ્માદે 46 રન કર્યા હતા. આયર્લેન્ડ તરફથી જોશ લિટિલે ત્રણ વિકેટ લીધી હતી. મુકાબલામાં ટોસ હારીને આયર્લેન્ડના કેપ્ટન લોર્કન ટકરે 51 દડામાં 10 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 94 રન કર્યા હતા. જ્યારે ગેરેથ ડેલાનીએ 30 દડામાં 56 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત જોર્જ ડોરેલે  નવ બોલમાં નોટઆઉટ 35 રન કર્યા હતા. આયર્લેન્ડ અને ઓમાન વચ્ચે અત્યારસુધીમાં કુલ છ મેચ રમાઈ છે, જેમાંથી ઓમાનને બે અને આયર્લેન્ડને ચારમાં જીત મળી છે.  

Panchang

dd