• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામથી અયોધ્યા નવી ટ્રેન, કામખ્યાને દૈનિક કરવા માંગ

ગાંધીધામ, તા. 14  : ગાંધીધામથી અયોધ્યાધામ નવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવા અને ગાંધીધામથી નોર્થ ઈસ્ટમાં જતી કામખ્યા એક્સપ્રેસને દૈનિક કરવાની માંગ સાથે ફૈઝાબાદના સાંસદે રેલ મંત્રીને રૂબરૂ મળીને પત્ર પાઠવ્યો છે.  અયોધ્યા મુખ્ય ધાર્મિક તીર્થસ્થાન છે ગુજરાત સહિત દેશભરના શ્રદ્ધાળુઓ અહીં આવે છે વર્તમાન સમયમાં ગાંધીધામ કચ્છથી અયોધ્યા માટે સીધી કોઈ રેલ સેવા ઉપલબ્ધ નથી. જેના કારણે કચ્છ ગુજરાતથી ઉત્તર ભારત અને અલગ અલગ શહેરોમાં જવા માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સમસ્યાને લઈને ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને પત્ર પાઠવ્યો હતો અને કચ્છ ગાંધીધામ થી અયોધ્યા માટે નવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવા તેમજ ગાંધીધામથી ઉત્તર પ્રદેશ અને બિહાર થઈને આસામના કામખ્યા જતી કામખ્યા એક્સપ્રેસ ટ્રેન સાપ્તાહિક છે તેને દૈનિક કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ શહેરો તેમજ કચ્છ ગાંધીધામમાં ઉત્તર પ્રદેશ બિહાર અને નોર્થ ઈસ્ટના લોકોની ઘણી સંખ્યા છે વાર તહેવાર તેમજ પ્રસંગો પાત લોકો પોતાના વતન જવા માટે કામખ્યા એક્સપ્રેસ ટ્રેનમાં જાય છે અને આ ટ્રેનમાં સતત વેઇટિંગ લિસ્ટ હોય છે. કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે જેના પગલે આ ટ્રેનને દૈનિક કરવામાં આવે તો 3000 થી વધુ કિલોમીટરના માર્ગમાં આવતા અલગ અલગ રાજ્યો અને અનેક જિલ્લાઓના લોકોને આ ટ્રેનનો લાભ મળી શકે તેમ છે રેલવે મંત્રાલય દ્વારા આ બાબતે તુરંત યોગ્ય પગલા ભરવા જોઈએ તેવી માંગ અહીં ગાંધીધામ સંકુલમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા કરવામાં આવી છે.  

Panchang

dd