ભુજ, તા. 14 : મૂળ કચ્છના કર્મઠ સમાજચિંતક હેમરાજભાઈ શાહનાં વ્યક્તિત્વને કેન્દ્રમાં
રાખીને નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મ `હેમરાજ શાહ : એક સમર્પિત જીવન'ને ન્યૂ દિલ્હી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં
બેસ્ટ ઓરિજિનલ ક્રીનપ્લે એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. દિલ્હી સ્થિત ભારતમાં મંડપમ્માં
યોજિત સમારોહમાં મનીષા શર્મા અને સરસ્વતીચંદ્ર આચાર્ય દિગ્દર્શિત આ દસ્તાવેજી ફિલ્મે
દુનિયાના 60થી વધુ દેશના
ફિલ્મ નિર્માતાઓની ઉપસ્થિતિ વચ્ચે એવોર્ડ મેળવ્યો હતો. બે આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં
એકમાત્ર ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ તરીકે પસંદગી થઈ છે. હેમરાજભાઈનાં જ જીવન પર જાણીતા પત્રકાર કિશોર વ્યાસે
`કળશ છલકે'નામે નવલકથા લખી છે. એ જ રીતે તેમનાં જીવન પર
કેન્દ્રિત એક નાટક `હેમુદાદા' પણ બની રહ્યું છે, જેના
લેખક દિગ્દર્શક વસંત મારૂ છે. કવન સાવલા પણ દિગ્દર્શકની ભૂમિકામાં છે.