• રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

ભુજ નગરપાલિકાએ નિવૃત્તિના લાભ ન આપતાં ક્લાર્કે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા

ભુજ, તા. 14 : નિવૃત્તિ લીધી હોવા છતાં ભુજ નગરપાલિકાએ તેનો લાભ ન આપતાં ક્લાર્કે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. નગરપાલિકાના કર્મચારી યોગેશ ભગવાનજી જણસારીએ લગભગ ચાર દાયકાથી વધુ સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવી હતી, સપ્ટેમ્બર 2023 દરમિયાન ગંભીર આંખની સર્જરી બાદ તેઓ સંપૂર્ણ રીતે દૃષ્ટિહીન બન્યા હતા તા. 31/12/2023ના સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હોવા છતાં, ભુજ નગરપાલિકાના સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા આજે સુધી કોઈ નિર્ણય લેવાયો નથી તથા નિવૃત્તિ બાદના કાયદેસર લાભો (પેન્શન, ગ્રેચ્યુઇટી, લીવ એન્કેશમેન્ટ વગેરે) પણ ચૂકવવામાં ન આવતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ શિવાંગ શાહે ન્યાયમૂર્તિ નિરઝર એસ. દેસાઈ સમક્ષ દલીલો કરી હતી. 

Panchang

dd