ગાંધીધામ, તા. 14 : શહેરની મુખ્યબજારમાં આવેલી
દુકાનોમાં ચોરી થઈ હોવાના મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે વિધિવત રીતે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મુખ્યબજારમાં જલારામ
સિલેક્શન નામની દુકાન ચલાવતા જતિનભાઈ ગોપાલભાઈ
ઠક્કરે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ચોરીનો આ બનાવ ગત તા.10/2 ના રાત્રિના 9 વાગ્યાથી તા.11/2ના સવારે 9.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.
પોલીસ સૂત્રોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તસ્કરોએ ફરિયાદી તથા વંદના સ્ટીલ પોઈન્ટ, સનરાઈઝ
સિલેક્શન એન્ડ ટેલર, દિલીપભાઈ રેવાચંદ કલવાણીની દુકાનમાંથી રોકડા રૂા. 67 હજાર, રેડીમેડ મેન્સવેર, જીન્સ
અને શર્ટ નંગ. 40 કિં. રૂા.
20 હજાર, ચાંદીના
અલગ-અલગ ગ્રામના સિકકા સહિત કુલ રૂા. 97 હજારની માલમતા ચોરી ગયા હતા. ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનુ પોલીસે ઉમેર્યુ હતું.