• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અમેરિકી યુવા ખેલાડી કોકો ગોફ ડબ્લ્યુટીએ ફાઇનલ્સ ચેમ્પિયન

રિયાધ (સાઉદી અરબ), તા.10 : અમેરિકી યુવા ટેનિસ ખેલાડી કોકો ગોફે પહેલીવાર ડબ્લ્યુટીએ ફાઇનલ્સ ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ગોફે પેરિસ ઓલિમ્પિક ચેમ્પિયન ચીની ખેલાડી ઝેંગ કિનવેન વિરુદ્ધ 3 કલાક અને 4 મિનિટની રસાકસી બાદ 3-6, 6-4 અને 7-6થી રોમાંચક જીત મેળવી હતી. ચેમ્પિયન કોકો ગોફને ડબ્લ્યુટીએ ટ્રોફી ઉપરાંત 40.પ4 કરોડ રૂપિયાનું સૌથી મોટું ઇનામ મળ્યું છે. ત્રીજા ક્રમની કોકો ગોફે નંબર વન આર્યના સબાલેંકાને સેમિમાં હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી હતી જ્યારે 22 વર્ષીય ચીની ખેલાડી ઝેંગે સેમીમાં વિમ્બલ્ડન વિજેતા બારબરા ક્રેજિકોવાને હાર આપી હતી. કોક ગોફ 21 વર્ષથી ઓછી ઉંમરે આ ખિતાબ જીતનારી દુનિયાની ચોથી અમેરિકી ખેલાડી બની છે. આ પહેલા ક્રિસ એવર્ટ, ટ્રેસી ઓસ્ટિન અને સેરેના વિલિયમ્સે આ સિદ્ધિ હાંસલ કરી હતી. 20 વર્ષથી ઓછી ઉંમરે ડબ્લ્યુટીએ ફાઇનલ્સ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર કોકો ગોફ પાછલા 20 વર્ષની સૌથી નાની વયની ખેલાડી છે. આ પહેલાં મારિયા શારાપોવાએ 2004માં 17 વર્ષની વયે આ ખિતાબ જીત્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang