• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

રાજ્ય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં માંડવીના ખેલાડીને બે ચંદ્રક

ભુજ, તા. 29 : તાજેતરમાં અહીંની આર.આર. લાલન કોલેજના ગ્રાઉન્ડમાં ગુજરાત સ્ટેટ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઇ હતી, જેમાં વેટરનની શ્રેણીમાં માંડવીના કિરીટ માનસિંહ બારોટે સુંદર પ્રદર્શન કરી 400 મીટરની દોડમાં ગોલ્ડ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા હતા અને નેશનલ ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા હતા. માસ્ટર્સ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપક્રમે આયોજીત સ્પર્ધામાં બે ચંદ્રક જીતનારા કિરીટભાઇ હવે 1 અને 2 નવેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં રમશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang