• મંગળવાર, 23 જુલાઈ, 2024

રાજ્ય કક્ષાની સ્કેટિંગ હરીફાઈમાં ગાંધીધામનો ખેલાડી ઝળક્યો

ગાંધીધામ, તા. 8 : અમદાવાદમાં રાજ્ય કક્ષાના ખેલમહાકુંભ અંતર્ગત સ્કેટિંગ હરીફાઈ યોજાઈ હતી, જેમાં ગાંધીધામના ખેલાડીએ રજત ચંદ્રક મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી.પાંચ દિવસીય હરીફાઈમાં  રમાબેન મોહનલાલ દાવડા ફિઝિકલ એજ્યુકેશન ટ્રસ્ટ તળે ચાલતા એ.ડી. સ્કેટિંગ શાળાના વિદ્યાર્થી સોમિલ લાલવાણીએ આ પ્રતિયોગિતામાં નોંધપાત્રા પ્રદર્શન કરી  પોતાનાં નામે રજત ચંદ્રક કર્યો હતો. કોચ અંકુર દાવડા, ટ્રસ્ટના નરેન્દ્રભાઈ દાવડા, જસુબેન દાવડા, રાજેન્દ્રભાઈ વિઠલાણી, કિશોરભાઈ ગોટેચા, ડી.એન.વી. કોલેજના મહેન્દ્રભાઈ બલદાણિયા, રાજેન્દ્ર શાહ સહિતનાએ  વિજેતા છાત્રને બિરદાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang