• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ડબલ્યૂટીસી ચેમ્પિયન ટીમને 13 કરોડનું ઇનામ: આઇસીસીની ઘોષણા

દુબઇ, તા.26: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(ડબલ્યૂટીસી) ફાઇનલની વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર એટલે કે 13.21 કરોડ રૂપિયા ઇનામ રૂપે મળશે. જયારે રનર્સઅપ ટીમને 6.પ કરોડ રૂપિયાનું ઇનામ મળશે. આઇસીસી આજે શુક્રવારે ઇનામી રકમની ઘોષણા કરી છે. જે કુલ મળીને 3.8 મિલિયન ડોલર એટલે કે 31.4 કરોડ રૂપિયા હશે. ગત ડબ્લ્યૂટીસી સિઝનની ઇનામ રકમમાં આઇસીસીએ કોઇ વધારો કર્યો નથી. 2019-21 સિઝનની ડબ્લ્યૂટીસી ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમને 13  કરોડ રૂપિયાનું ઇનામ અને ચમકતી ગદા (ટ્રોફી) મળી હતી. જો ફાઇનલ મેચ ડ્રો રહે તો બન્ને ટીમ વચ્ચે એકસમાન ઇનામી રકમની વેંહચણી કરવામાં આવે છે અને ગદા સંયુકત રીતે આપવામાં આવે છે. ડબલ્યૂટીસી ફાઇનલ મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર તા. 11 જૂનથી રમાવાની છે. ડબલ્યૂટીસી સિઝનમાં ત્રીજા સ્થાને રહેનાર દ. આફ્રિકાની ટીમને 3.પ કરોડનું ઈનામ મળશે. ચોથા સ્થાન પરની ટીમ ઇંગ્લેન્ડને 2.8 કરોડ, પાંચમા નંબરની ટીમ શ્રીલંકાને 1.6 કરોડ મળશે. આ પછી અનુક્રમે ન્યુઝીલેન્ડને 82 લાખ રૂપિયા, બાંગલદેશને 82 લાખ અને વેસ્ટ ઇન્ડિઝને 82 લાખ રૂપિયા આઇસીસી તરફથી મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang