• શનિવાર, 27 જુલાઈ, 2024

મયંકની વેધક ગતિ સામે આરસીબી ઘૂંટણિયે

બેંગ્લુરુ, તા. 2 : ઇન્ડિયન પ્રીમિયર લીગ-2024 (આઇપીએલ)ની એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી 15મી મેચમાં લખનઉના મયંકની તેજ ગતિ બોલિંગ સામે બેંગ્લુરુ રીતસર ઘૂંટણિયે પડી જતાં 28 રને તેની હાર થઇ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતાં લખનઉએ આપેલા 182ના ટાર્ગેટ સામે બેંગ્લુરુ 19.4 ઓવરમાં 153 રને ઓલઆઉટ થઇ?ગયું હતું. લખનઉ વતી સૌથી વધુ મહિપાલે 13 બોલમાં 33 રન કર્યા હતા. રજત પાટીદારે 21 બોલમાં 29, વિરાટ?કોહલીએ 16 બોલમાં 22 તથા ડુપ્લેસીના 13 બોલમાં 19 રન મુખ્ય હતા. તો લખનઉ વતી મયંક યાદવે 14 રન આપી ત્રણ?જ્યારે નવીન ઉલ હકે 25 રન આપી બે જ્યારે સિદ્ધાર્થ, યશ ઠાકુર અને સ્ટોયનીસને એક વિકેટ મળી હતી. મેન ઓફ મેચ મયંક યાદવ રહ્યો હતો. આજની મેચાં પરાજયથી બેંગ્લુરે ત્રીજો મુકાબલો ગુમાવ્યો હતો. પહેલાં પહેલા કિવંટન ડિ'કોકની છગ્ગાથી 81 રનની આક્રમક ઇનિંગ અને બાદમાં ડેથ ઓવર્સમાં નિકોલસ પૂરનની પાંચ છગ્ગાની તડાફડીથી આઇપીએલની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરૂધ્ધ લખનઉ સુપર જાયન્ટસે 20 ઓવરમાં વિકેટે 181 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. ડેથ ઓવર્સમાં કેરેબિયન ફટકાબાજ નિકોલસ પૂરને પાંચ છગ્ગા અને એક ચોગ્ગાથી 21 દડામાં અણનમ 40 રન ઝૂડયા હતા. પૂરને 19મી ઓવરમાં ઉપરા ઉપરી ત્રણ અને આખરી ઓવરમાં બે છગ્ગા ફટકારીને લખનઉને 181 રને પહોંચાડયું હતું. પૂરન અને કુણાલ (0) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 12 દડામાં 33 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. પહેલાં આફ્રિકી બેટસમેન ડિ'કોકે લખનઉની ઇનિંગમાં એન્કર રોલ નિભાવીને 6 દડામાં આઠ શાનદાર ચોગ્ગા અને પાંચ ગગનચૂંબી છગ્ગાની મદદથી 81 રનની ઝડપી ઇનિંગ રમી હતી. કેપ્ટન કેએલ રાહુલે 20 રન કર્યાં હતા અને ડિ'કોક સાથે મળી પહેલી વિકેટમાં 33 દડામાં 3 રનની ભાગીદારી કરી હતી. સ્ટોઇનિસ 1 દડામાં એક ચોગ્ગા-2 છગ્ગાથી 26 રને આઉટ થયો હતો. આરસીબી તરફથી મેકસવેલે બે અને ટોપ્લે, દયાલ અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી. હોમ ગ્રાઉન્ડ પર આરસીબી કપ્તાન પ્લેસિસે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang