• શનિવાર, 27 જુલાઈ, 2024

ફાઇનલમાં ફરી ઓસીનો અવરોધ : ભારતનું સપનું ચૂર

બેનોની (. આફ્રિકા), તા. 11 :  ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ભારતનું સપનું ચકનાચૂર કર્યું છે. અન્ડર-19 વર્લ્ડકપમાં ભારતીય યુવા ટીમને હાર આપીને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું છે. અન્ડર-19 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની યુવા ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બની છે. પહેલા કાંગારૂ ટીમે 1988 અને 2010માં ખિતાબ જીત્યા છે. બીજી તરફ ભારતીય યુવા ટીમનું છઠ્ઠીવાર ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડકપની ફાઇનલમાં ભારતની સિનિયર ટીમને હાર આપી હતી. પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પણ ભારતને હાર આપી ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યું હતું. હવે તેણે અન્ડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયાને પરાજિત કરી છે. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના 7 વિકેટે 23 રનના જવાબમાં ભારતીય ટીમ 43. ઓવરમાં 174 રને ઓલઆઉટ થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો 79 રને વિજય થયો હતો. ભારત પહેલીવાર અંડર-19 વર્લ્ડકપની ફાઇનલ હાર્યું છે. 24 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય યુવા ટીમ દબાણમાં વિખેરાઇ ગઇ હતી. કોઇ બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો અને મોટી ભાગીદારી થઇ હતી. સહારને આઠ, મુશીરે 22 રન કર્યા હતા. સૌથી વધુ 47 રન ઓપનર આદર્શ સિંહે કર્યાં હતા. ભારતે 122 રનમાં આઠ વિકેટ?ગુમાવી દીધી હતી જ્યારે 8મા ક્રમના મુરૂગન અભિષેકે 46 દડામાં 42 રનની ઇનિંગ્સ રમી હતી. સ્ટાર બેટર મુશીર ખાન 22 રન કરી શક્યો હતો. કપ્તાન ઉદય સહારન 8 અને સચિન દાસ 9 રને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેકમિલન અને બિયર્ડમેને 3-3 વિકેટ લીધી હતી. પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જો કે પ્રારંભે સેમ કોન્સ્ટાસને ઝીરોમાં આઉટ કરીને રાજ લિંબાણીએ ભારતને પહેલી સફળતા અપાવી હતી. પછી હેરી ડિક્સન અને કપ્તાન હયૂ વેબગેન વચ્ચેની બીજી વિકેટની 78 રનની ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ સ્થિર થઈ હતી. હેરિ ડિક્સન 6 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી આઉટ થયો હતો જ્યારે કાંગારુ કપ્તાન વેબગેન 66 દડામાં ચોગ્ગાથી આઉટ થયો હતો. બન્ને વિકેટ નમન તિવારીએ લીધી હતી. બાદમાં ભારતીય મૂળના ઓલરાઉન્ડર હરજસ સિંઘે ભારતીય યુવા બોલરોને હંફાવીને 64 દડામાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાથી પપ રનની આકર્ષક ઇનિંગ રમી હતી. રેયાન હિક્સ 20 રને આઉટ થયો હતો જ્યારે ઓલિવર પિક 43 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 46 રને અણનમ રહ્યો હતો. પાક. સામે સેમિમાં ઓસિ.ને જીત અપાવનાર રેફ મેકમિલાન બે રન કરી શક્યો હતો. ચાર્લી એન્ડરસન 13 રને આઉટ થયો હતો. ટોમ સ્ટ્રેકર 8 રને નોટઆઉટ રહ્યો હતો. આથી ઓસ્ટ્રેલિયાના 0 ઓવરમાં 7 વિકેટે 23 રન થયા હતા. ભારત તરફથી વડોદરાના અને મૂળ કચ્છના ઝડપી બોલર રાજ લિંબાણીએ 38 રનમાં 3 વિકેટ લીધી હતી. નમન તિવારીને 2 વિકેટ મળી હતી. સૌમ્ય પાંડે  અને મુશીર ખાને 1-1 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang