• મંગળવાર, 25 જૂન, 2024

લેવા પટેલ હોસ્પિટલને કચ્છી પરિવાર દ્વારા 12.50 લાખનું દાન

કેરા, (તા. ભુજ), તા. 20 : લેવા પટેલ હોસ્પિટલને બે અમદાવાદના કચ્છી પરિવારે 12.50 લાખનું દાન આપતાં પરિવારને સન્માનાયા હતા. જ્યાં ગરીબો માટે તદ્દન મફત ડાયાલિસીસ કરાઈ રહ્યા છે તેવા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતા મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલના જયસામ નિ:શુલ્ક વિભાગમાં અ. નિ. ધનીબેન શિવજીભાઈ શિયાણી ( પટેલ ) - ગાંધીનગર મૂળ ગામ વેકરાની પુણ્યસ્મૃતિમાં ગરીબોને મફત ડાયાલિસીસ માટે એક મશીન રૂા. 7.50 લાખની સેવા કરાઈ હતી. માતાની ચિરસ્મૃતિમાં સેવાભાવિ દાતા પુત્રીઓ ઉર્વશીબેન શશિકાંતભાઈ પિંડોરિયા -ગાંધીનગર, ભારતીબેન મહેન્દ્રભાઈ પિંડોરિયા (લંડન), પ્રીતિબેન હીરાલાલભાઈ વરસાણી (લંડન)એ અદકેરી સેવા કરી અનેક દીકરીઓ માટે પ્રેરણા આપી હતી. ગરીબ દર્દીઓના આંખના ઓપરેશન અને સારા લેન્સની સર્જરીઓ માટે કચ્છમિત્ર અને કચ્છી લેવા પટેલ સમાજના રોશની પ્રોજેક્ટના એક કેમ્પ માટે રૂા. 5,00,000નું દાન અ.નિ. કાંતાબેન કરસન પિંડોરિયાના સ્મરણાર્થે હસ્તે શશિકાંતભાઈ પિંડોરિયાએ જાહેર કરી ગરીબોની ઉદાર હૃદયે સેવા કરવાની ભાવના ચરિતાર્થ કરી હતી. ગાંધીનગરમાં વ્યવસાયી એવા શશિકાંતભાઈ કરશનભાઈ પિંડોરિયા મૂળ નારાણપર (રાવરી)ના છે. સેવાભાવી આ યુવાનના હૃદયમાં ગરીબો પ્રત્યે અનુકંપા રહી છે. તેમણે જણાવ્યું કે ગરીબોની આરોગ્ય સેવા માટે સૌએ તત્પર રહેવું જોઈએ. અપાયેલા દાન-સહકાર બદલ કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, કેશરાભાઇ પિંડોરિયા, મનજીભાઈ પિંડોરિયા, કાન્તાબેન વેકરિયા અને વસંતભાઈ પટેલે શશિકાંતભાઈ અને શિવજીભાઈની સેવાભાવનાને બિરદાવી પુત્રી પરિવાર દ્વારા અપાયેલા યોગદાન બદલ આભાર માન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang