• મંગળવાર, 25 જૂન, 2024

વક્તાના આચરણનો પ્રભાવ શ્રોતાઓ પર પડે

અંજાર, તા. 20 : તાલુકાનાં સાપેડા ગામે પંચમુખી હનુમાનજી મંદિરે મહામંડલેશ્વર મૂળદાસ બાપુ (રામમઢી -સુરત)ના વ્યાસાસને રામદેવજી રામાયણ પારાયણ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું મંગલાચરણ થયું હતું. સવારે રાધાકૃષ્ણ મંદિર-સાપેડાથી નીકળેલી શોભાયાત્રામાં પૂ. સંત મૂળદાસ બાપુ, મહામંડલેશ્વર પૂ. મૂળજીદાદા (ધ્રંગ), મહંત ત્રિકમદાસજી મહારાજ, મહંત કૃષ્ણાનંદજી (પાંકડસર), મહંત ભરતદાદા (ભારાપર), મહંત હરિહરાનંદજી (ઝરૂ), સંત જયંતીદાસજી (વરલી), મહંત મૌલિકદાસજી (કબીર મંદિર-ભુજ), મહંત ભરતદાસજી (વાંઢાય), વિનેશરામ સાધુ (કોટવાલ), પૂ. મહંત મેઘરાજજી દાદા (ખાનાય), મોગલકુળ બાપુ ચારણ ઋષિ (કબરાઉ) વિ. પોથીયાત્રામાં જોડાયા હતા. આ શોભાયત્રામાં સાપેડા, રતનાલ, મોડસર, સુગારિયા ગામના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સંતો-મહંતો અને મુખ્ય યજમાન પરિવારના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ત્રિકમભાઇ આહીર, રણછોડભાઇ આહીર, પૂર્વ જિ.પં. પ્રમુખ જીવાભાઇ શેઠ, સામજીભાઇ ડાંગર, માદાભાઇ ડાંગર વિ.ના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. કથાના પ્રારંભે મહંત ત્રિકમદાસજીએ આશીર્વચન આપતાં જણાવ્યું કે, આ કથા `અન્નક્ષેત્ર' શરૂ કરવાના હેતુથી થઇ રહી છે જે બહુ મોટું પુણ્યનું કામ છે. જેથી આ કથાના પુણ્યથી દાતાઓ અને આ જ્ઞાનયજ્ઞમાં સહયોગી તમામનું કલ્યાણ થશે. પંચમુખી હનુમાન મંદિર-સાપેડાના મહંત સીતારામ બાપુએ ઉપસ્થિત સર્વે સંતો-મહંતોનું સન્માન કર્યું હતું. કથાવક્તા મૂળદાસ બાપુએ રામદેવજી કથાના પ્રારંભમા શિવ-શક્તિનો મહિમા સમજાવી કહ્યું કે, વક્તા આચરણ કરે તેવું જ વક્તવ્ય આપે તો તેનાથી અન્યનાં જીવન અને આચરણ પર વક્તાનો પ્રભાવ પડે છે. તો કથાના મુખ્ય યજમાન પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે કથા સમિતિના તમામ કાર્યકરોની મહેનતને બિરદાવી બહોળી સંખ્યામાં કથાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કથાના મંગલાચરણ વેળાએ ઉપસ્થિત પૂર્વ જિ.પં. પ્રમુખ જીવાભાઇ આહીર, ત્રિકમભાઇ વી. આહીર, સામજીભાઇ આશા ડાંગર (સાપેડા), માદેવાભાઇ બરારિયા (સાપેડા), રમેશભાઇ ડાંગર, જીવાભાઇ મરંડ, દુદાભાઇ બરારિયા, રણછોડભાઇ વી. આહીર, ત્રિકમભાઇ બંસીધર, ભચુભાઇ (રતનાલ), નારણભાઇ ચૈયા, બુદ્ધિલાલ ઠક્કર વિ.એ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથામાં સંચાલન વિનેશભાઇ સાધુ અને કલ્પેશ આહીરે કર્યું હતું. દરરોજ બપોરે 12.30થી 2 વાગ્યા સુધી પ્રસાદનું આયોજન કરાયું છે. તા. 22/11ના રામદેવ પ્રાગટય અને રાત્રે દેવાયત ખવડ અને ગોપાલભાઇ સાધુના ડાયરાનું આયોજન કરાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang