• બુધવાર, 04 નવેમ્બર, 2026

કચ્છમાં દિવસ-રાત્રે તાપમાનમાં ઉતાર-ચઢાવ

ભુજ, તા. 3 : કચ્છમાં દિવસ-રાત્રિના તાપમાનમાં જારી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે વાતાવરણમાં વિષમતા જળવાયેલી રહી છે. હજુ આગામી પખવાડિયું આવા જ પ્રકારનાં વાતાવરણનો અનુભવ કચ્છમાં થતો રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. નલિયામાં લઘુતમ તાપમાન સહેજ ઊંચે ચડી 17.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઊંચકાયેલા પારા છતાં નલિયાએ રાજ્યના ઠંડા મથકોમાં અગ્રસ્થાન જાળવી રાખ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાતાં દિવસે ગરમીનો અનુભવ થયો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં વેરાવળ પછી ભુજ બીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. 21 ડિગ્રી લઘુતમ તાપમાને સવારનો ભાગ ખુશનુમા રહ્યો હતો. કંડલા પોર્ટમાં 35.4 ડિગ્રી મહત્તમ સામે 23.5 ડિગ્રી લઘુતમ, તો કંડલા (એ.)માં 35.6 ડિગ્રી મહત્તમ સામે 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતાં મિશ્ર હવામાનનો અનુભવ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં થયો હતો. વાતાવરણમાં ભેજની અપૂરતી હાજરીનાં કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઝાકળવર્ષાનો નજારો જિલ્લામાં જોવા મળી રહ્યો નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd