નવી
દિલ્હી, તા.
3 : બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાતી
તોફાન `મુરાસુ' સોમવારે મોડી રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં
ત્રાટક્યું હતું. તોફાનના કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેરોમાં રસ્તાઓ પાણીમાં
ડૂબી ગયા હતા, જેના પરિણામે હાઈવે પર વાહનો ફસાઈ ગયા હતા. માર્ગ
અકસ્માતોમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 30 નબળું પડયું `મુરાસુ' ઉડાન રદ કરાઈ હતી. એક મીડિયા
હેવાલ મુજબ, આઈએમડીના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે,
`ડીપ ડિપ્રેશન' ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં
આગળ વધશે અને બપોર સુધીમાં નબળું પડીને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે તેવી શક્યતા છે.
પરિણામે, ઓડિશામાં આગામી 48 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડશે. વાવાઝોડાની
અસરને કારણે આંધ્રપ્રદેશ,
તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા
અને છત્તીસગઢ માટે `રેડ
એલર્ટ' જાહેર
કર્યું છે અને લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. સાવચેતીના ભાગરૂપે સાઉથ કોસ્ટ
રેલવેએ 9 ટ્રેન રદ કરી હતી, તો ખરાબ હવામાનને કારણે આંધ્ર
પ્રદેશના વિજયવાડા, તિરુપતિ અને વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી 19 સ્થાનિક, તેમજ ચેન્નાઈ એરપોર્ટ પરથી 11 મળી 30થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. મુરાસુ વાવાઝોડાની અસર તળે ભારે વરસાદને કારણે
આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેરોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા, જેના પરિણામે હાઈવે પર વાહનો
ફસાઈ ગયા હતા. માર્ગ અકસ્માતોમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. પ્રકાશમ જિલ્લામાં ભારે
નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વાયરલ થયેલી તસવીરોમાં રસ્તાઓ
પર વાહનો પલટી ગયેલા દેખાયા હતા.