• બુધવાર, 04 નવેમ્બર, 2026

આદિપુરમાં મનપા જીવીપી પોઇન્ટ ઘાસચારાનું કેન્દ્ર

ગાંધીધામ, તા. 3 : આદિપુરમાં ઘોડાચોકી પાસે ગંદકી દૂર કરવા માટે ગાર્બેજ વલ્નેરબલ પોઇન્ટ (જીવીપી) બનાવવામાં આવ્યો છે અહીં સૌંદર્યકરણ તથા બેઠક વ્યવસ્થા ઉભી કરવાના બદલે પેવર બ્લોક બેસાડી દેવામાં આવતા હવે અહીં આ પોઇન્ટ ઘાસચારા તથા કચરાનું કેન્દ્ર બન્યો છે જે હેતુ માટે જીવીપી નું નિર્માણ કરવામાં આવ્યું હતું તે હતું સાર્થક થયો નથી. યોગ્ય આયોજનના અભાવે રૂપિયા ખર્ચ થતા હોવાથી જાગૃત નાગરિકો મા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે જાહેર જગ્યાઓ ઉપર આવેલા સંવેદનશીલ સ્થળો અથવા તો જ્યાં લોકો દ્વારા સતત કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોય એક પ્રકારે જે જગ્યા ઉપર કચરા ના ઢગલા થતા હોય ત્યાં ગાર્બેજ વલ્નેરબલ પોઇન્ટ (જીવીપી) બનાવવામાં આવે છે. આદિપુરમાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ ઘોડા ચોકીના ખૂણા ઉપર થી ગંદકી દૂર કરવા માટે ગાર્બેજ વલ્નેરબલ પોઇન્ટ (જીવીપી) નું નિર્માણ કર્યું છે પણ અહીં ગંદકી દૂર થવાના બદલે ઘાસચારો વેચવાના કેન્દ્રની સાથે સાથે ગંદકીનું માધ્યમ બન્યું છે.  અહીં પહેલા કરતાં વધારે ગંદકી થઈ રહી હોવાના જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. આ બાબતે મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ નો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી પરંતુ હાલ આ પોઇન્ટ ચર્ચા નું કેન્દ્ર બન્યું છે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ આ ઘોડા ચોકીના ખૂણા ઉપર પેવર બ્લોક પાથરીને ગાર્બેજ વલ્નેરબલ પોઇન્ટ (જીવીપી) બનાવવામાં આવ્યો છે તેના બદલે અહીં વૃક્ષારોપણ અથવા તો સૌંદર્ય કરણ નું થઈ શક્યું હોત આ ઉપરાંત લોકો બેસી શકે તે માટે બાંકડાઓ પણ મૂકી શકાયા હોત   ઉપરાંત નાનો એવો બગીચો બનાવી શક્ત પરંતુ આવું થયું નથી. જેના કારણે હાલ આ પોઇન્ટ ગંદકીનું માધ્યમ બન્યું છે જે હેતુ માટે રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તે હેતુ સાર્થક થતો નથી તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd