• બુધવાર, 04 નવેમ્બર, 2026

ગાડાવાટથી બદતર નવ કિ.મી.નું અંતર કાપતા હાંફી જતા વાહન

દહીંસરા (તા. ભુજ), તા.3:  ભુજ, માંડવી હાઇવેથી ખત્રી તળાવ પાસેથી ભુજ-મુંદરા માર્ગ તરફનું અંતર ઘટાડે છે. પરંતુ લાંબા સમયથી ગાડાવાટથી બદતર બની જતાં વાહનચાલકો ત્રાસી ગયા છે. રાત દિવસ આ માર્ગ વાહનોની અવર જવરથી ધમધમે છે. છતાં પણ પેવરકામ થતું નથી ઠેર ઠેર ખાડા ખાબોચિયા પડી ગયા છે. ડામર ઊખડીને રસ્તો સાફ થઇ ગયો છે. બંને બાજુની ધાર અણીદાર બની ગઇ છે. એક ખાડો બચાવવા જતાં બીજા બે ખાડાનો સામનો કરવો પડે છે. વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે માર્ગ બદલીને ફોગટનો ફેરો ખાવો પડે છે. નવ કિ.મી. અંતર કાપતાં ધોળે દિવસે વાહન ચાલકોને તારા દેખાય છે. માર્ગની દશા જોતાં અકસ્માતનો ભય વધી ગયો છે. કોઇ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ સુધારવાની માગણી ઊઠી છે. આ માર્ગ ઉપર બે પૈંડાથી માંડીને 16 પૈંડાવાળા ભારે વાહનો પસાર થાય છે. વાડી વિસ્તારના ખેત મજૂરોની અવર જવર વાળો માર્ગ છે. વાહન ચાલકો હાંફી જાય છે. આર.એન.બી. માર્ગ વિભાગ તાકીદે આ સડકનું પેવર કામ હાથ ધરે એવી માંગણી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd