• બુધવાર, 04 નવેમ્બર, 2026

ઉત્તર-પૂર્વીય પવનોથી ગુજરાતમાં ગુલાબી ઠંડક

અમદાવાદ, તા. 3 (અમારા પ્રતિનિધિ તરફથી) : આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી અને રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે તેવી હવામાન વિભાગે આગાહી  કરી હતી. વરસાદી સિસ્ટમ નિક્રિય થવાને કારણે ખેડૂતો અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો કે અચાનક ફેરફાર થવાની સંભાવના નથી, જેના કારણે તાપમાન યથાવત્ સ્થિતિમાં જળવાઈ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હવે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ધીમે-ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.  વહેલી સવારે અને  મોડી રાત્રે હળવી ઠંડક અનુભવાઈ રહી છે તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છ પંથકનું નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર વર્તાતા લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઈ શકે છે અને વિધિવત રીતે ઠંડીની મોસમ જામશે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd