• બુધવાર, 04 નવેમ્બર, 2026

મેઘપર (કું.)માં ટ્રક હડફેટે ચડતાં મહિલાએ જીવ ખોયો

ગાંધીધામ, તા. 3 : મેઘપર કુંભારડીની બંસરીવિલા સોસાયટી નજીક પાછળથી આવતી ટ્રકએ એક્ટિવાને હડફેટમાં લેતા ફાલ્ગુનીબેન રમણીક ચૌહાણ નામના મહિલાનું મોત થયું હતું. મેઘપર-કુંભારડીના અરિહંત નગરમાં રહેનાર ફરિયાદી લલિત રમણીક ચૌહાણ તથા તેના માતા વેલસ્પન કંપનીમાં કામ કરે છે. ગત તા. 2/11ના સવારે આ બન્ને એક્ટિવા નંબર સીજી-17-કેવી-0423 પર સવાર થઈ વેલસ્પન કંપની જવા નીકળ્યા હતા. તેમનું વાહન બંસરીવિલા સોસાયટી નજીક પહોંચતાં પાછથી આવતી અજાણી ટ્રકએ આ મોપેડને હડફેટમાં લીધું હતું, જેમાં પાછળ બેઠેલા ફાલ્ગુનીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાતાં વધુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડી દીધો હતો. ટ્રક લઈને નાસી જનાર ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd