ભુજ, તા. 3 : કચ્છની ભૌગોલિકતા ગંભીર દુષ્કાળની સંભાવના ધરાવે
છે, પરંતુ
અહીંના સમુદાયોએ પોતાના પશુધનને ટકાવી રાખીને પોતાની આજીવિકાને સુરક્ષિત કરવા માટેનો
ઉકેલ શોધી કાઢ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશને ઓક્ટોબર 2024માં કચ્છ જિલ્લાના ભાડા ગામમાં ઘાસચારાના વાવેતરના
અભિગમ સાથે ગ્રામીણ સમુદાયો સાથે કામ કરવાનું શરુ કર્યું હતું. ખાસકરીને, ઘાસચારાની ઉપલબ્ધતામાં ઘટાડાના
લીઘે પશુપાલકોને તેમના માલ-ઢોરને અપાતા ખોરાકની માત્રા ઘટાડવાની ફરજ પડે છે,
જેનાથી પશુધનની જીવનશૈલીને પણ અસર થાય છે. આવી ઉભી થતી નબળી સ્થિતિને
ઓળખીને, રિલાયન્સ ફાઉન્ડેશને `કચ્છ ફોડર ફ્રૂટ એન્ડ ફોરેસ્ટ ડેવલ5મેન્ટ ટ્રસ્ટ' સાથે જોડાઇને કચ્છના ભાડા ગામને
સામુદાયિક વ્યવસ્થાના ઘોરણે ઘાસચારો ઉગાડીને તેનું સંસાધન સ્થાપિત કરવામાં મદદ કરી
હતી. આ પહેલ એક હેક્ટરના સામુદાયિક ઘાસચારા પ્લોટના વિકાસથી શરુ થઈ હતી, જે પછીથી સામુદાયિક યોગદાન અને સંસ્થાકીય સહાયતા દ્વારા આગળ વધી અને તેના પગલે
બે હેક્ટરનો સમુદાયિક ચારા પ્લોટ બનાવવામાં આવ્યો છે. જેમાં પહેલી લણણી બાદ આશરે 10 હજાર કિલો લીલો ચારાનો ફાલ આવ્યો, અહીંના સમુદાયે શાફ કટરની મદદથી
વધારાના લીલા ચારાને પ્રોસેસ કરીને તાજા ચારાની અછત સર્જાય ત્યારે ઉપયોગ કરી શકાય તેવા
ઉદ્દેશ સાથે તેને સંગ્રહિત કર્યો. આ પહેલ થકી હાલ આશરે 500 પશુધન નિભાવવામાં આવે છે. ભાડા ગામના સમુદાયના
નેતા શામળાભાઈ ગઢવીના કહેવા મુજબ, `આજે, કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ, અમારું ગામ ઘાસચારાની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે.' રિલાયન્સ ફાઉન્ડેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા અનિમેશ પ્રકાશ જણાવે છે કે,
આ અનુભવે સહુને દેખાડી દીધું કે કેવી રીતે પ્રમાણમાં સરળ, સામુદાયિક-માલિકીનું સંકલન આબોહવાની વિષમ અસરોને ખાળી શકે છે. સ્વાવલંબી અને
વિષમતા સામે ટકી રહેનારા ગામડાં જ આપણા દેશના મજબૂત પાયા છે. આવી પહેલો જ કચ્છમાં
'આત્મનિર્ભર અને સુરક્ષિત' ગામડાંના નિર્માણ કરવાના
રિલાયન્સ ફાઉન્ડેશનના વ્યાપક વિઝનમાં યોગદાન આપે છે. ભાડા ગામની 5હેલ ઘાસચારાના ઉત્પાદનની પ્રવૃત્તિ કરતાં પણ
વિશેષ એક દૃષ્ટાંત સમાન છે. તે સામુદાયિક આગેવાની હેઠળ આપત્તિ સામેની તૈયારી અને આબોહવા-સ્થિતિસ્થાપકનું
મેકેનિઝમ છે. જેમાં સ્થાનિક સંસાધનો, સામૂહિક કામગીરી અને સંસ્થાકીય સહાયતા દ્વારા કચ્છમાં ગ્રામીણ
આજીવિકાના પાયા સમાન પશુધનને સુરક્ષિત રાખવા માટે જોડાયા છે.