• બુધવાર, 04 નવેમ્બર, 2026

ગળપાદર આર્મી કેમ્પમાં શખ્સ ઘૂસી જતાં દોડધામ

ગાંધીધામ, તા. 3 : અહીંના ગળપાદર આર્મી કેમ્પમાં એક શખ્સ ઘૂસી જતાં બનાવ અંગે પોલીસ મથકે જાણવા જોગ કરાઇ હતી. ગળપાદરમાં આવેલી 94 મીડિયમ રેજિમેન્ટ આર્મી કેમ્પમાં ગઇકાલે સવારના અરસામાં આ બનાવ બન્યો હતો. સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત એવા આ વિસ્તારની કાંટાળી તાર નીચેથી ભરત નામનો શખ્સ અંદર ઘૂસ્યો હતો, જે અંગે આર્મીને જાણ થતાં આર્મીના સતીષકુમાર તિલકરાજ ચૌધરીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે તેની જાણ કરી હતી, જેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd