• બુધવાર, 04 નવેમ્બર, 2026

માકપટના પશુપાલકો વાગડની વાટે

નખત્રાણા, તા. 3 : ચાલુ વર્ષના ઓછા વરસાદના લીધે દુષ્કાળની પરિસ્થિતિમાં ઘાસચારા-પાણીની તંગીએ પશુપાલકોને હિજરત કરવા મજબૂર કર્યા છે ત્યારે, આ તાલુકાના છેવાડાના ગામોના રબારી માલધારીઓ પોતાના ધણને લઇને વાગડ, ખડીર કે ઉત્તર ગુજરાત તરફ જવા સ્થળાંતર કરી રહ્યા છે. આ તાલુકાના ઉખેડા વિસ્તાર અને અબડાસા તાલુકાના ત્રિભેટે રહેતા માલધારીઓ મોટી વિરાણીના વાટે વાગડ તરફ પોતાની 250 ગાયોના ધણને લઇ જતાં વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, એક તો ઓછો વરસાદ અને ઘાસચારાની અછતથી પશુઆહારના ભાવમાં ધરખમ વધારાના કારણે આર્થિક હાલત કફોડી બની છે. સરકાર દ્વારા પણ દુષ્કાળની જાહેરાત કાગળ પર જ હોવાથી અબોલ જીવોને બચાવવા ધીરજ ખૂટી છે એટલે હિજરત સિવાય કોઇ છૂટકો નથી. વિરાણીથી પસાર થતી ગાયોને વેપારી મંડળ દ્વારા ઘાસચારાનું નીરણ કરાયું હતું. વ્યવસ્થા મહામંત્રી અમુલગિરિ ગોસ્વામી, લો.મ.ના ઉપપ્રમુખ તરુણ રાજદેએ સંભાળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd