માંડવી, તા. 3 : અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા
ગ્રામ વિકાસ સમિતિ-ગોધરાના સંયુક્ત ઉપક્રમે રવિવારે દિવાળીની આગોતરી ઉજવણી કરાઇ હતી.
ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઇ જોશીના પ્રમુખપદે માંડવીમાં અંધ-અપંગ માનવ કલ્યાણ
સોસાયટીના કાર્યાલયમાં કચ્છના જરૂરતમંદ 14 બહેનોને આત્મનિર્ભર થવા 14 સિલાઇ મશિન,
ચાર સ્કૂલના બાળકો માટે ઠંડા પાણીના વોટરકૂલર અને બે સિલિંગ પંખા,
ત્રણ દિવ્યાંગને વ્હીલચેર, એક દિવ્યાંગને વોકર,
જરૂરતમંદ એક કન્યાને સાઇકલ તથા ગોધરાના વૈષ્ણવ સમાજના નાગનાથ મહાદેવ
તથા ભીમનાથ મહાદેવના સંકુલ માટે 12 બાંકડા સહિત 37 વસ્તુઓ
દાતાઓના સહયોગથી અર્પણ કરવાનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અંધ-અપંગ માનવ કલ્યાણ
સોસાયટીના પ્રમુખ દિનેશભાઇ શાહે દાતાઓની માહિતી આપતાં જણાવ્યું કે, જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી-મસ્કત,
નિર્મળાબેન રાજગોર-બાગ, પટેલ મૂળજીભાઇ હસ્તે નિલેશ
વાસાણી-નાની વિરાણી, સબકા મંગલ હો-અંધેરી અને બારોઇ, હંસાબેન હરસુખલાલ મહેતાના સ્મરણાર્થે માનબાઇ નાગજી વીરા-દેવપર હસ્તે રંજનબેન
પ્રવીણ વીરા-મુંબઇ, મીઠીબાઇ જેઠાલાલ શાહ-નવાવાસ, કંચનબેન કરશનજી મહેતા, રિંકેશ મોહન ગડા-ભોજાય,
સ્વ. સાકરબેન અને સ્વ. વિસનજી વીરા-દેવપર ગઢવાળીની સ્મૃતિમાં તથા સુંદષરજીભાઇ
ભેદા પરિવાર-જૂહુએ સહયોગ આપ્યો હતો.