• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં કાગે મુશ્કેલી ઉભી કરતા મુખ્યબજાર સહિતના સ્થળે વીજળીગુલ

ગાંધીધામ, તા. 8 : શહેરના જુદા-જુદા વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતો હોવાની અનેક ફરીયાદો વચ્ચે મુખ્યબજાર સહિતના વિસ્તારોમાં બે કલાક કરતા વધુ સમય સુધી વીજપુરવઠો ખોરવાઈ જતા વેપારીઓ અને નાગરીકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. શહેરની મુખ્યબજાર અને આજુબાજુના વિસ્તારમાં આજે સાંજે પાંચ વાગ્યાથી અચાનક વીજળી ગુલ થઈ હતી. જાણકારોએ જણાવ્યુ હતુ કે કાગડાના કારણે વીજસમસ્યા ઉભી થઈ હતી. તો બીજી બાજુ વીજતંત્રની ટીમ તાકીદી કામગીરીનો મોરચો સંભાળ્યો હતો. મુખ્ય બજાર માં વીજપુરવઠો પાડતી વીજલાઈનમાં ચારેક જગ્યાએ જમ્પરમાં ખામી સર્જાઈ હતી. બે કલાકની મથામણ બાદ વીજપુરવઠો કાર્યરત થયો હતો. નોંધપાત્ર છે કે ગઈકાલે સાંજે પણ વીજળીની આવન-જાવન થતા અનેક કચેરીઓની કામગીરીને અસર પહોંચી હતી. છેલ્લા બે દિવસથી સતત વીજસમસ્યા ઉભી થતા વીજગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd