ભુજ, તા. 7 : બ્રહ્મક્ષત્રિય મિત્ર મંડળ-માધાપર
દ્વારા ભુજની લક્કી ડુંગરની કોતરોમાં આવેલાં પૌરાણિક પર્યટન સ્થળ અને આસ્થા સ્થાન ટપકેશ્વરી
માતાજીનાં પ્રાંગણમાં જ્ઞાતિના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ માતાજીની
આરતી-ધૂન કરી અને દેશ દુનિયામાં દેશનું અને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિનું નામ રોશન કરનારા
પાઈલટ સ્મિત મચ્છરને અભિનંદન પાઠવી અને તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે મહામૃત્યુજયના જાપ કરાયા હતા. કાર્યક્રમમાં મનોજભાઇ ખત્રી, કુંદનભાઇ ટાટારિયા, શૈલેશ
વી. મચ્છર, કિશોર લિયા, ભરત ખુડખુડિયા,
મૂળશંકર ધાંધા-ગાંધીધામ, જાગૃતિબેન કે. ભેડા-અંજાર,
દયાગૌરીબેન મચ્છર, શાંતિલાલ મચ્છર મંચસ્થ રહ્યા
હતા. કાર્યક્રમના પ્રારંભે નાના બાળકો માટે રમતગમતનું આયોજન કરી અને ઇનામો આપી બાળકોને
પ્રોત્સાહિત કરાયા હતા. ગોઠમાં મુખ્ય યજમાન અને દાન આપનારા સ્વ. શાંતિલાલ વી. મચ્છર,
સ્વ. વિશનજીભાઇ એમ. વલેરા,
સ્વ. સાકરબેન વલેરા, ડો. સ્વ. સામજીભાઇ
મચ્છર, સ્વ. ડાઇબેન મચ્છર, સ્વ. લીલાધર
ડી. મામતોરા, સ્વ. રાધાબેન મામતોરાના સ્મરણાર્થે દાન આપનારા ગં.સ્વ.
લીલમબેન એસ. મચ્છરના હસ્તે પરિવાર વતી ભૂપેન્દ્રભાઇ મામતોરા અને દિપેશ મામતોરા પરિવાર,
સંસ્થાને કાયમી ભંડોળનું દાન આપનાર મૂળ માંડવીના ભરત ખટાઉ નિર્મળ પરિવારનું
સન્માન કરાયું હતું. પાર્વતીબેન ગોપાલજી સોનેજી ટ્રસ્ટની રચના થયા બાદ 10 લાખનું દાન આપનારા પાર્વતીબેન
સોનેજીનાં સન્માનપત્રનું વાંચન તુષાર ખત્રીએ કર્યું હતું. માધાપર મિત્ર મંડળ યોજિત
આગામી તા. 25-12થી ભુજમાં સમૂહ ભાગવત કથાનું
આયોજન કરવામાં આવ્યું છે, તેમાં વધુમાં
વધુ આ ધાર્મિક કાર્યમાં મુંબઇ તેમજ સમગ્ર કચ્છના જ્ઞાતિજનોને જોડાઈ અને આર્થિક સહયોગ
આપવા પ્રમુખ તુષાર ખત્રીએ અપીલ કરી હતી. જ્ઞાતિના અગ્રણી મનોજભાઇ ખત્રી (વકીલ)એ આવા જ્ઞાતિનાં કાર્ય કરવા
બદલ મિત્ર મંડળને અભિનંદન આપ્યાં હતાં તેમજ સમાજના તમામ મંડળોને તમામ મહોત્સવ ઊજવવા
અપીલ કરી હતી. જ્ઞાતિના કાર્યકર સ્વ. નિલમબેન છાટબારને આ પ્રસંગે યાદ કરીને તેમને સ્મરણાંજલિ
અપાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવવા પ્રાણજીવન લિયા, સુખદેવ મચ્છર,
કલ્પેશ શનિશ્ચરા, દિલીપભાઇ મચ્છર, કિશોર ઘેલા, રાહુલ ધાંધા, સાગર
નિર્મળ, નીતિન છાટબાર, પરિમલ લિયા તથા સમસ્ત
યુવક મંડળ, જ્ઞાતિપંચ અને મિત્ર મંડળના કાર્યકરોએ, જ્યારે વ્યવસ્થામાં પરેશ ગજકંધ, સૌનંદ શનિશ્ચરા,
પિયૂષ મચ્છર, હંસરાજ ખુડખુડિયા, અશ્વિન મચ્છર, મુકુંદ મચ્છર વગેરેએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં મુંબઇ, નલિયા, ગાંધીધામ,
આદિપુર, અંજાર, નખત્રાણાથી
જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વર્ષાબેન મચ્છર, અલ્પાબેન
વીંછી, પુષ્પાબેન રાજાવાઢાએ, જ્યારે આભારવિધિ
રાજ સોનેજીએ કરી હતી.