કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 7 : તાલુકાના
શેખપીર ચોકડીએ ચાલતી પુલની કામગીરી વચ્ચે પદયાત્રીઓના વિશેષ ધસારાના કારણે ટ્રાફિકજામ
થયો હતો. મળતી માહિતી મુજબ શેખપીર ચોકડી નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ મઢવાળી મા આશાપુરાનાં દર્શન માટે
જતા પદયાત્રીઓના વિશેષ ધસારાનાં પગલે બુધવારે બપોર બાદ ટ્રાફિકજામ સર્જાયો હતો,
જેના પગલે ભુજ-ભચાઉ અને ભુજ-અંજાર હાઈ-વે ઉપર બે કિ.મી. સુધી વાહનોની
કતારો લાગી હતી. અહીં કલાકો સુધી પદયાત્રીઓના વાહનો, એમ્બ્યુલન્સ
અને મુસાફર વાહનો અટવાયાં હતાં. ટ્રાફિક સ્થિતિ વધુ વધુ વણસતાં પદ્ધર પોલેસ દ્વારા
ભચાઉ તરફનો હાઈ-વે થોડો સમય બંધ કરી વાહન વ્યવહારને કુકમા-લાખોંદ પાટિયા તરફના બાયપાસ
માર્ગે વાળવાની ફરજ પડી હતી. બ્રિજની કામગીરીના કારણે અગાઉથી વાહન વ્યવહાર ધીમો છે,
તેવામાં ટ્રાફિકજામના કારણે લોકો અટવાયા હતા.