• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

કચ્છના પુન: નિર્માણની શક્તિ મારાં જીવનની મોટી પ્રેરણા : મોદી

ભુજ, તા. 7 : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને વિશ્વાસના સુશાસનના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજની લાલન કોલેજ ખાતે `િવકસિત ભારત સંકલ્પ' સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.   અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ `િવકસિત ભારત' અને `નવા ભારત' તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, `આયુષ્માન ભારત' યોજના આજે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની છે. આ યોજના થકી કરોડો પરિવારોને સ્વાસ્થ્ય સુરક્ષા મળી છે, જેથી ગરીબ દર્દીઓને ગંભીર બીમારીઓમાં લાખો રૂપિયાના ખર્ચમાંથી રાહત મળી છે. આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને નાગરિકોને વર્ષ 2047 સુધી  `વિકસિત ભારત' બનાવવાના સંકલ્પ માટે પ્રતિબદ્ધ કર્યા. જીવંત પ્રસારણમાં કચ્છના ભૂકંપ અને ત્યારબાદ કચ્છના વિકાસને યાદ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, કચ્છની પુન: નિર્માણની શક્તિ મારા જાહેર જીવનની સૌથી મોટી પ્રેરણા રહી છે. તેમણે નાગરિકોને `િવકસિત ભારત, આત્મનિર્ભર ભારત' બનાવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે શપથ લઇને પોતાના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા, ભુજ નગરપતિ શીતલભાઈ શાહ, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજી જોધાણી, હિતેશ ખંડોલ, કલેક્ટર અનિલ રાણાવસિયા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર ડી. બી. ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા સહિત જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખો, તાલુકા પંચાયતોના પ્રમુખો, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન સહિત જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ  તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd