• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

105 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડલ કરી અદાણી પોર્ટે રચ્યો ઇતિહાસ

મુંદરા, તા. 3 : ભારતના સૌથી મોટા વ્યાવસાયિક બંદર તરીકે ઓળખાતાં અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુંદરા પોર્ટે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં મળીને 105 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કર્યો છે. સપ્ટેમ્બર-2026 દરમિયાન સીટી3એ એક જ મહિનામાં 3,09,955 કન્ટેનર હેન્ડલ કરીને ભારતના કન્ટેનર પોર્ટ ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નોંધનીય છે કે, અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ અદાણી પોર્ટના સીટી3ના નામે જ હતો, જેણે ઓગસ્ટ-2026 દરમિયાન 3,07,329 કન્ટેનર હેન્ડલ કર્યા હતા. માત્ર એક મહિનામાં પોતાનો જ રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવો એ મુંદરા પોર્ટની વિશ્વસ્તરીય ઓપરેશનલ કાર્યક્ષમતા, આધુનિક ટેક્નોલોજી અને સુસંગત આયોજનનું પ્રતાબિંબ છે. મુંદરા પોર્ટ આજે માત્ર એક બંદર નહીં, પરંતુ ઉત્તર ભારતના વેપાર માટેનું મુખ્ય કન્ટેનર ગેટવે બની ગયું છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યોના આયાતકારો અને નિકાસકારો માટે મુંદરા સૌથી પસંદગીનું બંદર છે. બંદરને દેશના મોટાભાગના ઔદ્યોગિક અને વપરાશ કેન્દ્રો સાથે જોડતા વિશાળ રેલ અને રોડ કનેક્ટિવિટી નેટવર્કને કારણે માલસામાનની ઝડપી અને કિફાયતી હેરફેર શક્ય બની છે. કન્ટેનર ઉપરાંત મુંદરા પોર્ટ કોલસા, ક્રૂડ ઓઈલ, એલએનજી, ખાતર, કૃષિ ઉત્પાદનો, ઓટોમોબાઈલ, સ્ટીલ અને પ્રોજેક્ટ કાર્ગો સહિત તમામ મુખ્ય પ્રકારના કાર્ગોનું હેન્ડાલિંગ કરે છે. બંદર ખાતે ઉપલબ્ધ ઊંડા ડ્રાફ્ટ, અત્યાધુનિક ટર્મિનલો અને એકીકૃત લોજિસ્ટિક્સ સુવિધાઓને કારણે તે દેશ-વિદેશના વેપારીઓ માટે સૌથી વિશ્વસનીય સોલ્યુશન તરીકે ઊભરી આવ્યું છે. 105 એમ.એમ.ટી. કાર્ગો હેન્ડાલિંગનો આ ઐતિહાસિક આંકડો ભારતના વધતા વેપાર, ઉત્પાદન અને નિકાસ ક્ષમતાનું પ્રતાબિંબ છે. મુંદરા પોર્ટ સતત નવી ક્ષમતાઓ વિકસાવીને, ટેક્નોલોજી આધારિત કામગીરીને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક ધોરણોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દેશના વૈશ્વિક વેપારને નવી ગતિ આપી રહ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd