• મંગળવાર, 25 જૂન, 2024

બાળકોની કલાને પોંખવાના અવસરને બિરદાવાયો

ભુજ, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે અંગદાન ચેરિટેબલ?ટ્રસ્ટ દ્વારા શહેરના મુક્તજીવન મહિલા કોલેજના ઓડિટોરિયમમાં બાળ પ્રતિભાના મંચનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, ઉપાધ્યક્ષ રાહુલભાઇ ગોર, પંકજભાઇ ઝાલા, નિલયભાઇ ત્રિવેદી, પંકજબેન રામાણી, નીલેશભાઇ ગોર, હીનાબેન ગંગર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાળ પ્રતિભાનું મંચન સુંદર રીતે કરાયું હતું. આ નિમિત્તે ભુજ શહેરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અને 17મી તારીખે જેમનો જન્મદિવસ છે એ બાળકોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ અવસરે વિનોદભાઇએ જણાવ્યું હતું કે, આ બાળકો આવનારી પેઢીનું નેતૃત્વ કરવાના છે, ત્યારે એમની કલાને પોંખવાનો આજે પ્રસંગ છે. તેમણે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અંગદાનના પ્રણેતા શ્રી દેશમુખે બાળકો આપણી આવતી પેઢીના અને સંસ્કારોની સાચવણી કરનારાં છે. ભવિષ્યમાં પણ આવાં બાળકો સાથે કાર્યક્રમ કરવાની તેમણે જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં ઉદેશ વોરા, હરમન ઝાલા, ઋષિ શેઠિયા તેમજ માતૃછાયા કન્યા વિદ્યાલયનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ - એકપાત્રીય અભિનય, દુહા, છંદ, અનિશા માણેક દ્વારા ગણેશ?વંદના રજૂ કરાઇ હતી. સંચાલન હસ્તી ગોર અને અપારનાથી ત્રિવાએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang