• સોમવાર, 18 મે, 2026

પુજલદાદા આશ્રમ પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિ સાથે રામકથા યોજાશે

વિથોણ (તા. નખત્રાણા), તા. 16 : જેમની સમાધિઓના પૂજન થાય તેનું નામ સંત. પુજલદાદા આશ્રમ મોરજર ખાતે વેલજીરાજાની 35મી નિર્વાણતિથિ ઉજવાઇ હતી. સવારે પૂ. દિલીપરાજાના સાનિધ્યમાં કાયાદાદા મંદિરે પાટોત્સવ અને નિર્વાણતિથિ પ્રસંગે કાયાદાદા મંદિરેથી રવાડી નીકળી હતી. તા. 17/5થી 25/5 સુધી પુજલદાદા આશ્રમ પરિસરમાં રામકથા દિલીપરાજા કાપડીના સંતસ્થાને યોજાશે. 17/5ના સવારે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. કથાના વક્તા 1008 મહામંડલેશ્વર કનકેશ્વરીદેવજી વ્યાસસ્થાનેથી કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કલ્યાણદાસબાપુ (હિંગરિયા), જગજીવનદાસ (બિબ્બર), સુરેશદાસ (વિરાણી), મુકુલદાસ (બિબ્બર), અન્ય સંતો હાજરી આપી હતી. કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરાશે. રાજેશભાઇ ગઢવી, ગોવિંદભાઇ કાપડી, દાનાભાઇ તેમજ આહીર સમાજ, સંતો, મહંતો, આશ્રમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. 

Panchang

dd