• સોમવાર, 18 મે, 2026

નખત્રાણા ખાતે આયુર્વેદ ઉપચાર માટે સોનાનો સૂરજ ઊગવાની આશા

નખત્રાણા, તા. 16 : અહીં સતત 16 વર્ષથી નિ:શુલ્ક ચાલતાં સરકારી આયુર્વેદ દવાખાનાના વિકાસ અને નૂતન સંકુલનાં નિર્માણ માટે સરકાર દ્વારા ધોરીમાર્ગના સર્કિટ હાઉસ પાસે 680 ચો.મી. જમીન ફાળવણી કરતાં નવું સંકુલ બનવા સાથે વધુ સારી સવલતની આશા જાગી છે. ઓ.સી.પી. ટ્રસ્ટના ચેરમેન ઓધવજીભાઇ ઠક્કર દ્વારા દવાખાના માટે મકાન બનાવી નિ:શુલ્ક ભાડાથી આ કાર્ય માટે આપવામાં આવ્યું છે. ડો. કિશનગિરિ ગોસ્વામી દ્વારા દર્દીઓ માટે તપાસ, દવાની સેવા અપાય છે. સુવિધાપૂર્ણ સંકુલ બનાવવા માટે જમીન ફાળવણી કરાતાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. વિનોદ નિનામાએ નખત્રાણામાં આયુર્વેદ ઉપચાર માટેનાં નવાં દ્વાર ખૂલશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 

Panchang

dd