• મંગળવાર, 17 માર્ચ, 2026

તાપ વધતાં ચકલીઘર-કુંડાની માંગ વધી

ભુજ. તા. 15 : ઉનાળાની ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે, એવા ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લાં 22 વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્ય દાતાઓના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ -દાદર તથા કોટિવૃક્ષ અભિયાન-બિદડા, જીવદયાનાં આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે. માનવજ્યોતનાં કુંડા અને ચકલીઘર કચ્છનાં દરેક શહેરો અને ગામડાંઓ સુધી પહોંચ્યાં છે. જીવદયાપ્રેમીઓ કુંડા-ચકલીઘર ઘરોઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાનાં હાથે જીવદયાનું કાર્ય કરે છે. તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ છીપાવે છે. માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી તથા પૃથ્વીરાજાસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતાં કુંડા-ચકલીઘરની જીવદયાની પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે. અનેક સંસ્થાઓ-મંડળો-મંચો કુંડા-ચકલીઘર પોતાનાં ગામ-શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. 22  વર્ષ પહેલાં માનવજ્યોત સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે. પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે. કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા-ચકલી ઘર બનાવે છે, એની ભારે માંગ રહે છે. માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર-કુંડાઓ-ચણ થાળી લે છે. અને જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે. માનવજ્યોતના કુંડા-ચકલીઘર કચ્છભરમાં દરેક શહેરો ગામડાંઓમાં લટકતાં જોવા મળે છે. રમેશભાઈ માહેશ્વરી, સહદેવાસિંહ જાડેજા, આનંદ રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, કરસનભાઈ ભાનુશાલી, ભૂપેન્દ્ર બાબરિયા, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, નરશીભાઈ પટેલ, ગાવિંદભાઇ પાટીદાર, મનસુખભાઈ નાગડા, ભરતભાઇ સોની સહકાર આપી રહ્યા છે. 

Panchang

dd