ભુજ, તા. 24 : કચ્છ લેવાપટેલ એજ્યુકેશન એન્ડ
મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ (નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ
સાયન્સ) દ્વારા DrNB (કાર્ડિયોલોજી સુપર સ્પેશિયાલિટી) માટે બે સીટની
મંજૂરી આપવામાં આવી છે.કચ્છ જિલ્લામાં સુપર સ્પેશિયાલિટી મેડિકલ શિક્ષણ ક્ષેત્રે આ
જાહેરાતથી હવે કાર્ડિયોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા ડોક્ટરોને મોટા શહેરોમાં જવાની
જરૂર રહેશે નહીં, તેઓ કચ્છમાં
જ ગુણવત્તાસભર તાલીમ મેળવી શકશે. આ ઉગિઇ (કાર્ડિયોલોજી) અભ્યાસક્રમ હૃદયરોગની આધુનિક
સારવાર અને ઇન્ટરવેન્શન પ્રક્રિયામાં વિશાળ અનુભવ ધરાવતા ડો. જયદત્ત ટેકાણી-કન્સલ્ટન્ટ
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તથા ડો. મીટ ઠાકર-કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટના
માર્ગદર્શન હેઠળ ચાલશે તેવું જણાવાયું હતું.આ સિદ્ધિ દ્વારા હોસ્પિટલ કચ્છમાં આધુનિક
હૃદયરોગ સારવાર સાથે ગુણવત્તાસભર મેડિકલ શિક્ષણ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા રજૂ
કરી હતી.