• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

સીસીટીવી મારફતે ગુના શોધવામાં પૂર્વ કચ્છ નેત્રમ રાજ્યમાં પ્રથમ

ગાંધીધામ, તા. 24 : સીસીટીવી કેમેરાની મદદથી અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલવામાં પૂર્વ કચ્છ નેત્રમ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ફરી રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યું છે. સતત ચોથી વખત ગુના શોધવામાં ગાંધીધામ નેત્રમ રાજ્યમાં અવ્વલ છે. ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસવડાના હસ્તે એવોર્ડ અપાયો હતો. ગાંધીધામના માર્ગો ઉપર અકસ્માત તેમજ ગુનાખોરીના ગ્રાફને નીચો લાવવા માટે સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રકલ્પને ધ્યાનમાં રાખીને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે શહેરની સુરક્ષા વધારવાનું અને માર્ગો પર દેખરેખ રાખીને ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાનું પાલન કરે છે. આ સીસીટીવી કેમેરાની મદદથી જ પૂર્વ કચ્છ પોલીસને ગુનાઓ શોધવામાં સફળતા મળી છે. નેત્રમના સીસીટીવી કેમેરાઓની મદદથી પૂર્વ કચ્છ પોલીસે 88 અપહરણ અને ગુમ થયેલાના કેસ, 17 ચોરી બે ચીલઝડપ 12 હિટ એન્ડ રન 173 ભયજનક ડ્રાઇવિંગ 268 ટ્રાફિક અડચણ તેમજ રોડ અકસ્માત સહિત કુલ 642 ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે અને કુલ 599 આરોપીને અટક કરવામાં આવ્યા છે તેમજ ચોરી અને ચીલઝડપના કેસમાં 2,63,00,800 રિકવર કરવામાં આવ્યા છે. કમાન એન્ડ કન્ટ્રોલ સેન્ટર એટલે કે નેત્રમ થકી ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને જેના પગલે જ પૂર્વ કચ્છ નેત્રમે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કે.એલ.એન. રાવે ગાંધીનગર ખાતે એવોર્ડ અર્પણ કર્યો હતો. 

Panchang

dd