નેત્રા (તા. નખત્રાણા) તા. 1 : આ ગામથી બે કિલોમીટર દૂર જંગલમાં નદી કિનારે ટેકરી પર ભગવાન
શિવનું મંદિર આવેલું છે. વર્ષો પહેલાં નારાયણસરોવરથી યાત્રા કરી એક સાધુએ ભોંયરાં પર
બેસી ત્યાં કૂવો બનાવ્યો હતો. આ મંદિરની પ્રસિદ્ધિ વધતી થઈ. આ મહારાજ ભમગીરનારી તરીકે
ઓળખાતા હતા. અત્યારે આ મંદિર ગુપ્તેશ્વર મહાદેવનાં નામે પ્રસિદ્ધ છે. અહીં શ્રાવણ માસમાં
લોકોની ભીડ લાગે છે. સોમવારે રુદ્રી, પૂજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. અહીં પ્રાંગણમાં ગુરુ દત્તાત્રેય,
હનુમાનજીનું મંદિર અને પંખીઓ માટે ચબૂતરો અને સત્સંગ હોલ પણ છે. શ્રાવણ
માસમાં ભક્તોની ભીડ જોવા મળે છે. વર્ષો જૂનું મંદિર હોવાથી અહીં આજુબાજુનાં ગામોમાંથી
ભક્તો દર્શન કરવા આવે છે તેવું પૂજારી પ્રકાશગિરિએ જણાવ્યું હતું.