• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

ભુજ લોહાણા મહિલાશ્રમ ખાતે મુંદરાના દાતા દ્વારા દિવાળી નિમિત્તે સાડી-ડ્રેસ વિતરણ

ભુજ, તા. 29 : ભુજ લોહાણા મહિલાશ્રમ ખાતે દિવાળી તહેવારો નિમિત્તે મુંદરાના સુરેશભાઇ નરશીભાઇ ઠક્કર (શુભમ શિપિંગ મુંદરા) પરિવાર તરફથી દરવર્ષની જેમ સાડી અને ડ્રેસનું વિતરણ કરાયું હતું. આ વિતરણ ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર, મંત્રી હિતેશભાઇ ઠક્કર, મહિલાશ્રમ પ્રમુખ હર્ષદભાઇ ઠક્કર (હકી), દિનેશભાઇ દૈયા, દિલીપભાઇ ઠક્કર, દાતા પરિવારના દીપાબેન ઠક્કર, જ્યોતિબેન મડૈયાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના સ્ટાફ જતિનભાઇ ઠક્કર, મહેન્દ્રભાઇ ઠક્કર, પચાણ કાકાએ સેવા આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang