• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

મકડાની વાડીમાં ઇલેક્ટ્રિક શોક યુવાન માટે યમદૂત નીવડયો

ભુજ, તા. 29 : આજે પરોઢે માંડવી તાલુકાના મકડાની વાડીમાં ઇલેક્ટ્રિક શોક ગામના 27 વર્ષીય યુવાન કિરણસિંહ ઉર્ફે ભગવતસિંહ ગોપાલજી જાડેજાને ભરખી ગયો હતો. જ્યારે બે દિવસ પૂર્વે માંડવી તાલુકાના દેવપર (ગઢ)માં ભૂલથી ઝેરી દવા પીવાના લીધે 24 વર્ષીય યુવતી મોંઘીબેન લખુભાઇ રબારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. મકડા ગામે રહેતો યુવાન કિરણસિંહ ઉર્ફે ભગવતસિંહને આજે બપોરે 3.30 વાગ્યાના અરસામાં મકડા ખાતેની પોતાની વાડીમાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો જે તેના માટે યમદૂત પૂરવાર થયો હતો. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ દેવપર (ગઢ) ખાતે ગત તા. 27/10ના સવા છ વાગ્યાના અરસામાં 24 વર્ષીય યુવતી મોંઘીબેન પોતાના ઘરે ભૂલથી કોઇ ઝેરી દવા પી જતાં તેને સારવાર તળે ખસેડાઇ હતી પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang