• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

સેના પર હુમલો કરનારા ત્રણેય આતંકીનો ખાતમો

નવી દિલ્હી, તા. 29 : જમ્મુ-કાશ્મીરનાં અખનૂરમાં સેનાનાં વાહનને નિશાન બનાવીને થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ વધુ એક આતંકવાદીનો ખાત્મો કરી નાખ્યો છે. આમ સોમવારથી ચાલી રહેલા તલાશી અભિયાનમાં સેનાએ હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીને મારીને બદલો પૂરો કરી લીધો છે. અખનૂર ક્ષેત્રનાં એક ગામમાં આજે સવારે નવેસરથી ઘર્ષણ શરૂ થયું હતું. સુરક્ષાદળોએ આ વિસ્તારમાં છૂપાયેલા બે આતંકવાદી સામે શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન ઘેરાઈ ગયેલા આતંકવાદીઓ સામે અથડામણ શરૂ થઈ હતી. મરાયેલા આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. સેનાની વ્હાઈટ નાઈટ કોરે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં ત્રણ આતંકવાદીનાં સફાયાની પુષ્ટિ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું, આખી રાત ચાલેલાં ઓપરેશન પછી આજે સવારે પણ ભીષણ ગોળીબાર થયા હતા, જેમાં આપણા દળોને મોટી સફળતા મળી છે. અથાગ મહેનત અને બહાદૂરીથી સેનાએ ત્રણેય આતંકવાદીનો સફાયો કરી નાખ્યો છે. આ ઓપરેશનમાં હથિયારોનો મોટો જથ્થો પકડાયો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang