ભચાઉ, તા. 29 : રાપરના આખલા હડફેટે લોહાણા સમાજના અગ્રણીનું
મોત નીપજ્યું હોવાનો બનાવ તાજો છે ત્યાં વાગડમાં વધુ એક માનવ જિંદગી રખડતા પશુનાં કારણે મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી.
ભચાઉમાં ગવાયેલા વૃદ્ધાએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ
નવી ભચાઉમાં 26 બંગલોમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા ચંપાબેન વેલજી નિસર બહાર પાળી પાસે બેઠા હતા. આ દરમ્યાન આખલાએ શીંગડું ભરાવતાં વૃદ્ધા પટકાયા હતા.ત્રણ દિવસ પૂર્વે
બનેલા બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ભચાઉ, ભુજ, ગાંધીધામ બાદ તેમને તાકીદની સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.પરિવાર જનોના
વ્યાપક પ્રયાસો છતાં હતભાગી વૃદ્ધાએ આજે સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડી
દીધો હતો. ભચાઉમાં અગાઉ પણ એક વૃદ્ધા ઇજાગ્રસ્ત બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા. આ બીજો
બનાવ બનતાં લોકોમાં ભય ફેલાયો છે. સદ્ગતના પુત્ર પ્રકાશભાઈ અંતિમવિધિ માટે મુંબઈ જવા
રવાના થયા હતા. નવી ભચાઉમાં એકલા રહેતા હતભાગી વૃદ્ધાને બે પુત્ર અને ચાર પુત્રી છે.