• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

વરસામેડીમાં ઉશ્કેરાયેલા શખ્સનો મિત્ર ઉપર હુમલો

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના વરસામેડીમાં ઉશ્કેરાયેલા મિત્રએ કારણ વગર પોતાના મિત્ર ઉપર ધોકા વડે હુમલો કરતાં બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. વરસામેડીમાં રહેનાર હિતેશ ઉર્ફે રાહુલ લાલચંદ શર્મા નામનો યુવાન ગાંધીધામમાં અભિષેક ટ્રાન્સપોર્ટ નામની પેઢી ચલાવે છે. ગત તા. 23/10ના આ ફરિયાદી તથા તેના મિત્રો મનોહર અને હરીશ ધર્મપાલ જાંગીડ સાથે બેઠા હતા ત્યારે વાત વાતમાં હરીશે ફરિયાદીને ગાળો આપતાં ફરિયાદીએ તેની ના પાડી હતી. દરમ્યાન આરોપીએ ઝપાઝપી કરી હતી. બાદમાં ફરિયાદી અને મનોહર ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે આરોપીએ તેમને રસ્તામાં રોકી ફરિયાદીને કારમાંથી બહાર કાઢી ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ કારના કાચમાં તોડફોડ કરી હતી. હેમોફિલિયા રોગથી પીડાતા ફરિયાદીને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang