• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

દબડા-જરૂ વચ્ચે કાર હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

ગાંધીધામ, તા. 29 : અંજારના દબડાથી જરૂ ગામ તરફ જતાં માર્ગ ઉપર કારે બાઇકને હડફેટમાં લેતા રમેશ મેરાભાઇ રબારી (ઉ.વ.23)નું મોત થયું હતું. અન્ય એકને ઇજાઓ  પહોંચી હતી. બીજી બાજુ તુણા ઝીરો પોઇન્ટ નજીક મોપેડને બાઇકે હડફેટમાં લેતાં આમદ યાકુબ છરેચા નામના વૃદ્ધે જીવ ખોયો હતો. અંજાર તાલુકાના ચંદ્રનગર ખોખરામાં રહેનાર રમેશ રબારી નામનો યુવાન અંજારમાં ફોનની દુકાનમાં કામ કરતો હતો. ગત તા. 24/10ના આ યુવાન તથા નવીન ભુરા રબારી બાઇક નંબર જી.જે. 12 એચ. એ. 2923 લઇને કંપનીના કામથી જરૂ બાજુ જઇ રહ્યા હતા. દરમ્યાન કાર નંબર જી.જે. 12 ડી.એમ.-8915એ આ બાઇકને હડફેટમાં લેતાં બંને યુવાનોને ગંભીર પ્રકારની ઇજાઓ પહેંચી હતી. બંને યુવાનોને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર વધુ કારગત નીવડે તે પહેલાં રમેશનું મોત થયું હતું, જ્યારે અન્ય યુવાનને સારવાર હેઠળ રખાયો હતો. કાર ચાલક વિરુદ્ધ જગદીશ?મેરા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ તુણા?ઝીરો પોઇન્ટ નજીક તા. 27/10ના બપોરે અકસ્માત સર્જાયો હતો. વંડી તુણામાં રહેનાર આમદ છરેચા નામના વૃદ્ધ મોપેડ?નંબર જી.જે. 39 બી-8686 લઇને ઝીરો પોઇન્ટ નજીક બાવાજીની દુકાને ચા પીવા આવ્યા હતા. ત્યાંથી આ વૃદ્ધ પોતાના ઘર તરફ જઇ?રહ્યા હતા, દરમ્યાન બાઇક નંબર જી.જે. 12 ડી.એન.-6103એ મોપેડને હડફેટમાં લેતા વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાતા તેમણે રસ્તામાં દમ તોડી દીધો હતો. બાઇક ચાલક વિરુદ્ધ ઇબ્રાહીમ ઉર્ફે ફકીરો આમદ છરેચાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang