• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

સામખિયાળીના હેરોઇન કાંડનો આરોપી ચાર દિ'ના રિમાન્ડ પર

ગાંધીધામ, તા. 29 : સામખિયાળીમાં રૂા. 23.91 લાખના હેરોઇન સાથે ઝડપાયેલા શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. સામખિયાળીમાં પોલીસ મથક નજીક બસના પિકઅપ સ્ટેન્ડમાં સૂતેલા પંજાબના પરગટસિંઘ સુલેખવાસિંઘ નામના શખ્સને પોલીસે રૂા. 23.91 લાખના હેરોઇન સાથે ઝડપી પાડયો હતો. આ શખ્સને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતાં તેના તા. 1/11 સુધી ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અગાઉ ગાંધીધામમાં ડ્રાઇવર તરીકે કામ કરી ગયેલા આ શખ્સ ઉપર દેવું ચડી જતાં તેણે આ માદક પદાર્થ વેચવાનું ચાલુ કર્યું હતું. અહીંથી આવતા-જતા ડ્રાઇવરોને પડીકી બતાવીને તે હેરોઇન વેચવા આવ્યો હતો. પંજાબથી તેણે કોની પાસેથી આ માદક પદાર્થ લીધો હતો તેની આગળની વધુ તપાસ સામખિયાળી પી.આઇ. વી. કે. ગઢવીએ હાથ ધરી છે. - ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલીની અટક : ગાંધીધામ, તા. 29 : શહેરના કાર્ગો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ ખેલીને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 51,300 હસ્તગત કર્યા હતા. શહેરના કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં શેરી નંબર 3માં આવેલા ચોકમાં આજે બપોરે અમુક શખ્સો ગોળ કુંડાળુંવાળી જુગાર રમી રહ્યા હતા તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસ આવી પહોંચી હતી અને અહીં જાહેરમાં પત્તા ટીંચતા વસીમખાન જમીરખાન શેખ, મહેશ ગુલઝારીલાલ ચૌહાન, નીતિશ અવધકુમાર પાસવાન, નીતિશકુમાર બસંત પાસવાન, સંતોષ ઉમેશ પાસવાન તથા નવીન અર્જુન પાસવાન નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આ ખેલીઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 51,300 તથા ગંજીપાના જપ્ત કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang