ભુજ, તા. 29 : ગત સપ્તાહે ભુજના લાલન કોલેજ ખાતે યોજાયેલી રાજ્ય
કક્ષાની 43મી એથ્લેટિકસ સ્પર્ધામાં ભુજના નિર્મલા મહેશ્વરીએ સતત પાંચમી વખત હેટ્રિકનો
સિલસિલો જારી રાખ્યો હતો. વિજેતા બનનારી અને નાનપણથી રમતગમત સાથે સંકળાયેલાં અને આંતરરાષ્ટ્રીય
કક્ષાએ મેડલ જીતનારા ભુજનાં નિર્મલાબેનએ ગોળા ફેંક, બરછી ફેંક અને ચક્ર ફેંકમાં પ્રથમ
સ્થાને રહ્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી જ્યોતિબેન ઠાકુરે તેમને બિરદાવ્યા હતા.