અમદાવાદ તા. 29 : સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાની શાનદાર સદી
(101) અને હરમનપ્રિત કૌરની 59 રનની કેપ્ટન ઇનિંગ્સની મદદથી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી
અને નિર્ણાયક મહિલા વન ડેમાં ભારતનો 6 વિકેટે ભવ્ય વિજય થયો હતો. આ શાનદાર જીતથી ભારતીય
મહિલા ટીમે ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડ સામે 2-1થી વન ડે શ્રેણી જીતી છે. 233 રનનો વિજય લક્ષ્ય ભારતીય મહિલા ટીમે 4 વિકેટ
ગુમાવીને 4પ.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કપ્તાન હરમનપ્રિત રને 63 દડામાં પ9 રને અણનમ
રહી હતી. સ્મૃતિએ તેની આઠમી વન ડે સદી કરી 123 દડામાં 10 ચોગ્ગાથી 101 રને આઉટ થઇ હતી.
તેના અને હરમનપ્રિત વચ્ચે ત્રીજી વિકેટમાં 118 રનની વિજયી ભાગીદારી થઇ હતી. યાસ્તિકા
ભાટિયાએ 3પ રન કર્યાં હતા. ઓપનર શેફાલી વર્મા 12 અને જેમિમાહ રોડ્રિગ્સ 11 રને આઉટ
થઇ હતી. કિવિઝ તરફથી હેન્ના રોને બે વિકેટ મળી હતી. અગાઉ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરનાર
ન્યૂઝીલેન્ડ મહિલા ટીમે ટોચના બેટર્સની નિષ્ફળતા વચ્ચે 49.પ ઓવરમાં 232 રનનો સ્કોર
બનાવ્યો હતો. મીડલઓર્ડર બેટર બ્રુક હોલિડેએ 96 દડામાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાથી 86 રન
કર્યા હતા. જયારે ઓપનર જોર્જિયા પ્લિમરે 67 દડામાં 6 ચોગ્ગાથી 39 રનનો સહયોગ આપ્યો
હતો. સૂજી બેટસ (4), કપ્તાન સોફી ડિવાઇન (9), લોરેન ડાઉન (1) અને મેડી ગ્રીન (1પ) નિષ્ફળ
રહી હતી. વિકેટકીપર ઇસાબેલા ગેજે 2પ રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં લિયા તહૂહુએ
14 દડામાં 24 રનની ઝડપી ઇનિંગ રમી કિવિઝ મહિલા ટીમને 232 રને પહોંચાડી હતી. ભારત તરફથી
દીપ્તિ શર્માએ 3 અને પ્રિયા મિશ્રાએ 2 વિકેટ લીધી હતી.