• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

માંડવીમાં શરાબના બે દરોડામાં 54 હજારનો દારૂ હસ્તગત

ભુજ, તા. 29 : માંડવીમાં આજે શરાબના બે જુદા-જુદા દરોડામાં ચોપન હજારનો દારૂ જપ્ત કરાયો છે. એક દરોડો એલસીબી અને બીજો દરાડો માંડવી પોલીસે પાડી કાર્યવાહી કરી હતી. બન્ને આરોપી દરોડા દરમ્યાન હાજર મળ્યા ન હતા. માંડવી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી ત્યારે હે.કો. મૂળરાજભાઇ ગઢવી અને સુરજભાઇ વેગડાને ખાનગી બાતમી મળી હતી કે, ઇનાયત હશન બ્લોચ (રહે. ધવલ પાર્ક-માંડવી) પોતાના કબજાના મકાનમાં વિદેશી પ્રકારના શરાબનો જથ્થો રાખી વેંચાણ કરે છે અને આ જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે. આથી દરોડો પડાતા શરાબની અલગ-અલગ બ્રાન્ડની 69 બોટલ કિ. રૂા. 39,345 અને બીયરના ટીન નંગ-37 કિ. રૂા. 3,700 એમ કુલ્લે રૂા. 43,040નો શરાબ જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી ઇનાયત હશન બ્લોચ હાજર મળી આવ્યો ન હતો. મુદ્માલ માંડવી પોલીસને સોંપી ઇનાયત વિરુદ્ધ પ્રોહિ. એકટ તળે ગુનો દાખલ થયો હતો. ઇનાયત વિરુદ્ધ માંડવીમાં ત્રણ?અને માંડવી મરીનમાં એક કુલ્લ ચાર પ્રોહિ. એકટના ગુના નોંધાયેલા હોવાથી તેનો શરાબ સંબંધિત ગુનાનો ઇતિહાસ ખરડાયેલો છે. બીજી તરફ માંડવી પોલીસે આજે બપોરે બાતમી મળી હતી કે સુભાષ માર્ગ રોડ પર આવેલા હનુમાન મંદિર પાસેની ગલીમાં રહેતા જગદીશ વલ્લભભાઇ ભાનુશાલી પોતાના મકાનની બહાર બાકડાની બાજુમાં ગેરકાયદે રીતે શરાબનું વેચાણ કરે છે. આથી પોલીસે દરોડા પાડતા શરાબની અલગ અલગ બ્રાન્ડની 17 બોટલ કિ. રૂા. 10,914 જપ્ત કર્યો હતો. આરોપી જગદીશ હાજર મળ્યો ન હતો. તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરાઇ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang