• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

ભુજની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે વેક્સિન સેન્ટરનો આરંભ

ભુજ, તા. 27 : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ખાતે શરૂ થયેલા વેક્સિનેશન સેન્ટરે દર મહિનાના ચોથા શુક્રવારે બાળકોને વિવિધ વેક્સિન અપાશે. જિલ્લા પંચાયત દ્વારા મંજૂરી મળેલા વેક્સિનેશન સેન્ટરનો જિલ્લા કલેક્ટર અમિત અરોરા તથા ડો. ભાવેશ આચાર્યના હસ્તે આરંભ કરાયો હતો. સરકારી પીએચસી, સીએચસીમાં ઉપલબ્ધ તમામ વેક્સિન બાળકો માટે ઉપલબ્ધ રહેશે. સગર્ભા ત્રીઓને પણ?વેક્સિન અપાશે. જિલ્લા કલેક્ટર શ્રી અરોરાએ રેડક્રોસ દ્વારા સંચાલિત બ્લડ બેંકની મુલાકાત લઇને લોકોને રિપ્લેસમેન્ટ વગર રક્ત આપવાની પહેલને બિરદાવી રેડક્રોસની સેવા પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવા કહ્યું હતું. ચેરમેન ધવલ આચાર્યએ સરકારની વિવિધ યોજનાઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી આચાર્ય, ઉપપ્રમુખ વિમલ મહેતા, ખજાનચી સંજય ઉપાધ્યાય, સેક્રેટરી મીરાંબેન સાવલિયા, ધર્મેન્દ્ર કચ્છી, સચિન ગણાત્રા, હરીશ ગણાત્રા, પરાગ લીઆ, અરૂણભાઇ જૈન, પ્રિતેશ ઠક્કર, જિગર શાહ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા ડો. ધૈર્ય સોનેજી, સાવન પિત્રોડા, નવીનભાઇ જેપાર, ચંદ્રકાન્ત ધરડા તથા રેડક્રોસના સ્વયંસેવકોએ સંભાળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang